SMOKING IS HARD;

READ IT NOW 

નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટના અમેરિકી  જર્નલમાં મૃત્યુ માટેનાં જોખમોનો ચાર્ટ   દર્શાવે છે કે સિગારેટ પીવાથી આયુષ્યનાં પાંચ વર્ષ ઓછાં થઇ જાય છે ને વહેલું મૃત્યુ આવે છે. ઉપરોક્ત અભ્યાસમાં વધુમાં જણાવાયું છે કે ધૂમ્રપાનથી જેમ પાંચ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે એમ ધૂમ્રપાન ન કરવાથી કે છોડી દેવાથી જિંદગીમાં ૫ થી ૧૦ વર્ષનો ઉમેરો થાય છે. સ્ત્રી અને પુુરુષ એમ બંનેના જીવનમાં ધૂમ્રપાનથી મૃત્યુનું જોખમ વધી જાય છે.અમેરિકન કેન્સર સોસાયટી અને નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેસ્ટેટિક્સ જેવી વિવિધ એજન્સીઓ પાસેથી મૃત્યુ અને સ્વાસ્થ્ય સંબંધી જોખમોના આંકડા એકત્ર કરાયા હતા, અને ૧૦ વર્ષના જોખમોના ચાર્ટમાં એ આંકડા ગોઠવવામાં આવ્યા હતા. દાખલા તરીકે ધૂમ્રપાન કરનાર ૫૫ વર્ષીય પુરુષ અને ધૂમ્રપાન  નહિ કરનાર ૬૫ વર્ષીય  પુરુષ બંને મૃત્યુનાં જોખમો બાબતેની એક જ કેટેગરીમાં  આવી જાય છે. ધૂમ્રપાન કરનાર મૃત્યુની સમીપ ૧૦ વર્ષ વહેલો પહોંચી જા એ જ રીતે જે સ્ત્રીઓ અત્યારે ધૂમ્રપાન કરતી હોય એમને માટે ૪૦ વર્ષની ઉંમર પછી હૃદયરોગ કે ફેફસાના કેન્સરથી મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. ઉપરોક્ત અભ્યાસના તારણમાં અંતે જણાવાયું છે કે ધૂમ્રપાન કરનારા અને ન કરનારા પર ઊભા થતા મૃત્યુનાં જોખમો અંગે ડોકટર-દર્દીને ચર્ચા-વિચારણા કરવામાં આ ચાર્ટ કામ લાગશે અને લોકો પોતાનાં પરના જોખમો કઇ રીતે ઘટાડવા એ અંગે નિર્ણય લઇ શકશે.

                                                       
                                                                                                                                

 એ જ રીતે જે સ્ત્રીઓ અત્યારે ધૂમ્રપાન કરતી હોય એમને માટે ૪૦ વર્ષની ઉંમર પછી હૃદયરોગ કે ફેફસાના કેન્સરથી મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે.ઉપરોક્ત અભ્યાસના તારણમાં અંતે જણાવાયું છે કે ધૂમ્રપાન કરનારા અને ન કરનારા પર ઊભા થતા મૃત્યુનાં જોખમો અંગે ડોકટર-દર્દીને ચર્ચા-વિચારણા કરવામાં આ ચાર્ટ કામ લાગશે અને લોકો પોતાનાં પરના જોખમો કઇ રીતે ઘટાડવા એ અંગે નિર્ણય લઇ શકશે.

Leave a Reply


Powered By Indic IME