kichen tips
July 13th, 2008| કિચન ગાર્ડનને કૂંડામાં સજાવો | ||
કિચન ગાર્ડનમાં ઉગાડેલા શાકભાજી વધારે સ્વાદિષ્ટ લાગે છે. અને કેમ ન લાગે તમે બધું આટઆટલી મહેનત કરીને વાવ્યું છે. જો તમારા ઘરમાં કિચન ગાર્ડન બનાવવાની જગ્યા ન હોય તો તમે તેને કૂંડામાં પણ ઉગાડી શકો છો. જાતે ઉગાડેલી શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને તમારા ચહેરા પર ગ્લો પણ રહે છે.૧) કૂંડામાં શું ઉગાડી શકાય ? : કૂંડામાં ઘણા પ્રકારની શાક-ભાજી ઉગાડી શકાય છે જેમકે, ઘોલર મરચુ, રીંગણા, ટમેટા, બટેટા, ગાજર, લીલાં મરચા વગેરે. કૂંડામાં શાકભાજી ઉગાડવા માટે તમારે કેટલાંક ખાસ પ્રકારનાં ખાતરની જરૃર પડે છે.૨) છોડ કે બી ? : જો તમે શાકભાજીની ગુણવત્તામાં જરાય એડજેસ્ટમેન્ટ કરવા ન માંગતા હોવ તો તમે બીયાં વાવી શકો છો. જો તમે ગુણવત્તાને લઇને બહુ સજાગ ન હોવ તો તમે નર્સરીમાં મળતા છોડ પણ ઉગાડી શકો છો ૩) ટિપ્સ : ૧) જો તમે નર્સરીમાંથી છોડ લઇને આવ્યા હોવ તો તેને કેવી રીતે સાચવવું તેની ટિપ્સ લેવાનું |
||
|
||
SMOKING IS HARD;
July 7th, 2008| નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટના અમેરિકી જર્નલમાં મૃત્યુ માટેનાં જોખમોનો ચાર્ટ દર્શાવે છે કે સિગારેટ પીવાથી આયુષ્યનાં પાંચ વર્ષ ઓછાં થઇ જાય છે ને વહેલું મૃત્યુ આવે છે. ઉપરોક્ત અભ્યાસમાં વધુમાં જણાવાયું છે કે ધૂમ્રપાનથી જેમ પાંચ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે એમ ધૂમ્રપાન ન કરવાથી કે છોડી દેવાથી જિંદગીમાં ૫ થી ૧૦ વર્ષનો ઉમેરો થાય છે. સ્ત્રી અને પુુરુષ એમ બંનેના જીવનમાં ધૂમ્રપાનથી મૃત્યુનું જોખમ વધી જાય છે.અમેરિકન કેન્સર સોસાયટી અને નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેસ્ટેટિક્સ જેવી વિવિધ એજન્સીઓ પાસેથી મૃત્યુ અને સ્વાસ્થ્ય સંબંધી જોખમોના આંકડા એકત્ર કરાયા હતા, અને ૧૦ વર્ષના જોખમોના ચાર્ટમાં એ આંકડા ગોઠવવામાં આવ્યા હતા. દાખલા તરીકે ધૂમ્રપાન કરનાર ૫૫ વર્ષીય પુરુષ અને ધૂમ્રપાન નહિ કરનાર ૬૫ વર્ષીય પુરુષ બંને મૃત્યુનાં જોખમો બાબતેની એક જ કેટેગરીમાં આવી જાય છે. ધૂમ્રપાન કરનાર મૃત્યુની સમીપ ૧૦ વર્ષ વહેલો પહોંચી જા એ જ રીતે જે સ્ત્રીઓ અત્યારે ધૂમ્રપાન કરતી હોય એમને માટે ૪૦ વર્ષની ઉંમર પછી હૃદયરોગ કે ફેફસાના કેન્સરથી મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. ઉપરોક્ત અભ્યાસના તારણમાં અંતે જણાવાયું છે કે ધૂમ્રપાન કરનારા અને ન કરનારા પર ઊભા થતા મૃત્યુનાં જોખમો અંગે ડોકટર-દર્દીને ચર્ચા-વિચારણા કરવામાં આ ચાર્ટ કામ લાગશે અને લોકો પોતાનાં પરના જોખમો કઇ રીતે ઘટાડવા એ અંગે નિર્ણય લઇ શકશે.
|
||
|
||
PETROL SAVING TIPS
June 14th, 2008પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની સાથે જ વાહનચાલકોની ચિંતા વધી ગઈ છે. માત્ર બાઈકચાલકો માટે જ નહીં પરંતુ કારચાલકો માટે પણ પેટ્રોલ ડીઝલનો ભાવવધારો શિરદર્દ સમાન બન્યો છે. કારચાલકોએ એક કિલોમીટર માટે રૃા. ચારથી પાંચ ખર્ચ કરવાની નોબત આવી છે. હવે લોકો સીએનજી એલપીજીનો વિકલ્પ ઝડપથી અપનાવતા થયા છે, પરંતુ જે કારચાલકો પેટ્રોલ કે ડીઝલ પર જ કાર ચલાવવા માંગતા હોય તેઓ પણ ધારે તો પોતાની કારની એવરેજ વધારી શકે છે. હાઈપર માઈલેજ માટે કેટલીક યુઝફુલ ટીપ્સ અને ટ્રીક્સ અહીં પ્રસ્તુત છે.(૧) મેઈન્ટેનન્સઃ કારના ટાયર હંમેશા હાય પ્રેસર્ડ રાખો. હવા વધુ ભરેલી હશે તો કાર ખૂબ ઓછી શક્તિએ મુવ કરી શકાશે. ટાયર બેલેન્સ, વ્હીલ એલાઈમેન્ટ અને એન્જિન ઓઈલ સમયસર ચેક કરી ટયુનઅપ કરાવી લેવાથી પણ એવરેજમાં વધારો દેખાશે.
(૨) મીનીમાઈઝીંગ માસઃ કારને હળવીફુલ રાખો. કારમાં જેટલું વજન ઓછું હશે તેટલી તે વધુ એવરેજ આપશે. નકામાં લગેજ, ટુલ્સ, ઈક્વીપમેન્ટ કે જે ભાગ્યે જ કામ લાગતા હોય તેને કારમાંથી કાઢી નાંખો.
(૩) એફિસિઅન્ટ સ્પીડઃ બને ત્યાં સુધી ‘નોન-સ્ટોપ’ સવારી કરો. વારંવાર ગાડી રોકવાથી ઈંધણનો બગાડ થાય છે. ગાડી એક સરખી ઝડપે અને હાઈએસ્ટ ગીઅર પર ચલાવવાથી એવરેજ વધી શકે છે.
(૪) એક્સીલરેશન એન્ડ બ્રેકિંગઃ જો શક્ય હોય તો બ્રેક ઓછી મારવાનું રાખો જેટલી વાર બ્રેક લાગશે એટલીવાર ઈંધણ વધુ વપરાશે. સાથે જ એકસીલરેટર અચાનક પૂરેપૂરુંુ દબાવી દેવાથી અને વારંવાર પેડલ દબાવવા છોડવાથી ઈંધણનો બગાડ થાય છે. હંમેશા હળવું એક્સીલરેશન અને બ્રેકિંગ ફાયદેમંદ રહે છે. હાઈ-વે પર મોટા ભાગના લોકો ફૂલ સ્પીડ ગાડી હંકારે છે, પરંતુ હાઈ-વે પર પણ ૭૦થી ૯૫ની એકધારી ઝડપે વાહન ચલાવવામાં આવે તો એવરેજ સારી મળશે. વળી જો કાર મિડિયમ સ્પીડથી ચાલતી હશે તો અચાનક બ્રેક મારવાની કે એક્સીલરેટર દબાવવાની નોબત આવે તો કંટ્રોલ કરી શકાય છે.
(૫) સિગ્નલ પર સ્ટોપઃ મોટા ભાગના લોકો દૂરથી રેડ સિગ્નલ દેખાવા છતાં પણ છેક સ્ટોપ સુધી ધસી જાય છે અને પછી કાર ઊભી કરી દે છે, પરંતુ આમ કરવાથી ઈંધણ વધુ વપરાય છે. જો એના બદલે દૂરથી રેડ સિગ્નલ જોઈને કાર ધીમી કરી દેવામાં આવે અને જેટલી સેકન્ડ સિગ્નલ ગ્રીન થવામાં બાકી છે તે એડજસ્ટ કરીને કારને એવી રીતે સ્ટોપ પર લઈ જવામાં આવે કે કાર ટોટલ સ્ટોપ ન કરવી પડે પરંતુ ધીમી ઝડપે પણ કાર સિગ્નલ પર પહોંચે અને સિગ્નલ ગ્રીન થઈ જાય તો ગાડીને રેગ્યુલર સ્પીડ પર લાવવામાં સમય અને ઈંધણ બન્નેનો બચાવ થશે.
આ ઉપરાંત સલામત ડ્રાઈવિંગ કરવાથી પણ એવરેજ વધુ મળી શકે છે. હંમેશા હાઈવે પર ટ્રક જેવા મોટા વાહનોથી ૧૫૦ ફૂટનું અંતર રાખવું જોઈએ જેથી અચાનક ટ્રક બ્રેક મારે તો તમે કારને અચાનક બ્રેક મારવાને બદલે થોડી હળવેથી બ્રેક મારીને પણ કંટ્રોલ કરી શકો છો.TARUN KUMAR
